કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાતના રાજકારણમાં એક મોટું નામ ધરાવતા સી.આર. પાટીલએ મતદાર યાદીમાં નામ નોંધાવવા અંગે ગુજરાતના નાગરિકોને ખાસ અપીલ કરી છે. હાલમાં ચૂંટણી પંચ દ્વારા SIR ફોર્મનું વિતરણ અને ભરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે પાટીલે આ ફોર્મ ભરવા પર ભાર મૂક્યો છે.
સી.આર.પાટીલની SIR ફોર્મને લઇ અપીલ
સી.આર. પાટીલે મતદારોને સંબોધતા જણાવ્યું હતું કે, “તમારું નામ મતદાર યાદીમાં આવે તે ખૂબ જ જરૂરી છે. તમે આ દેશના નાગરિક છો અને તમને મતદાનનો અધિકાર છે.”તેમણે સ્પષ્ટ શબ્દોમાં અપીલ કરી હતી કે આ ફોર્મ ભરવામાં આળસ કરશો નહીં. મારી આપ સૌને અપીલ છે કે તમે પોતાનું, સ્વજનોનું અને મિત્રોનું SIRનું ફોર્મ ભરજો. કારણ કે મતદાન એ તમારો અધિકાર છે.
SIR ફોર્મ ભરવામાં આળસ ન કરો
પાટીલે ઉમેર્યું હતું કે, લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી માટે દરેક નાગરિકે પોતાનું નામ મતદાર યાદીમાં અવશ્ય નોંધાવવું જોઈએ. ચૂંટણી પંચની આ ઝુંબેશમાં સહભાગી બનીને દરેક વ્યક્તિએ પોતાના મતદાનના બંધારણીય અધિકારનો ઉપયોગ કરવા માટે તૈયાર રહેવું જોઈએ.


