અમદાવાદમાં લૂંટની ઘટનાઓ સતત વધી રહી છે. બગોદરા પાસે લૂંટારૂઓએ એક યુવકને માર મારીને લૂંટી લીધો હોવાની ઘટના સામે આવી છે. કાર, મોબાઈલ અને રોકડ રકમની લૂંટ કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતાં. બગોદરા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
લૂંટારુઓએ જય પરમારની કાર સાથે અકસ્માત કર્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગઈ કાલે રાતના સમયે તારાપુર બગોદરા હાઈવે પર કાર લઈને પસાર થઈ રહેલા જય પરમાર નામના યુવકને લૂંટારૂઓએ લૂંટી લીધો હતો. લૂંટારુઓએ જય પરમારની કાર સાથે અકસ્માત કર્યો હતો. ત્યાર બાદ તેને નીચે ઉતારીને માર માર્યો હતો. યુવકને કપાળ, દાઢી અને છાતીના ભાગે માર મારવામાં આવ્યો હતો.
લૂંટારૂઓએ યુવકને લોહી લુહાણ કરી નાંખ્યો
લૂંટારૂઓએ યુવકને લોહી લુહાણ કરી નાંખ્યો હતો. ત્યાર બાદ કાર, મોબાઈલ અને રોકડા આઠ હજારની લૂંટ કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતાં.આ લૂંટ કેસમાં ભોગ બનનાર જય પરમાર હાલ વડોદરાના ગોત્રી ખાતે રહે છે અને તે મુળ સુરેન્દ્રનગરનો વતની છે. બગોદરા પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.


