તા.૧૧મીએ યોજાશે કાર્યક્રમ બપોરે ૪ કલાકે સંદલ શરીફ નીકળશે
અગ્ર ગુજરાત, ધોરાજી
ધોરાજી ખાતે ગરીબો ના બેલી ખાનદાન એ શીરાજી ના મહાન વલી અલ્લાહ અલ્લાહ એવા સૈયદ પીર અલ્હાજ મુસ્તુફા બાવા શીરાજી ના ઉર્ષ ની ઉજવણી ખુબજ એકતા અને વિવિધતા સાથે કરવામાં આવશે. જેમાં તા 11 જાન્યુઆરી રવિવાર ના રોજ બહાર પૂરા સાય બાવા ચોક ખાતે આવેલ ખાન કહે શીરાજી ખાતે સૈયદ પીર હાજી કયુમ બાવા અને સૈયદ હાજી મોઇન બાવા શિરાજી દુઆ એ ખેર કરશે અને સિવિલ હોસ્પિટલના સહયોગ થી ઉર્ષ નિયમિત એ એક મેગા મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે તા 11 જાન્યુઆરી સવારે 9 થી 11.30 વાગ્યા સુધી બહાર પૂરા ઝૈનબ હોલ ખાતે નિદાન કેમ્પ સૈયદ હાજી કયુમ બાવા શિરાજી અને સૈયદ મોઇન બાવા શિરાજી અને સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વસેટીયેન ની ઉપસ્થિતિ માં યોજાશે જેમાં સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો ડો.જયેશ વસેટીયેન અધિક્ષક ધોરાજી સિવિલ હોસ્પિટલ , ડો અર્પિતા મિસ્ત્રી આંખ ના સર્જન , ડો.કાર્તિક ડાભી બીપી અને ડાયાબિટીસ વિભાગ ડો મશગુલ સ્કિન સ્પેશિયલિસ્ટ , ડો.અંકિતા સાવલિયા બાળરોગ નિષ્ણાત , ડો.રોનક બેરા દાંત ના સર્જન એમની સેવા આપશે કેમ્પ માં આવનાર દર્દીઓ ને નિદાન અને દવા વિના મૂલ્યે આપવામાં આવશે.
બાદ માં બપોરે 4 કલાકે સંદલ શરીફ નિકળશે જે બહાર પૂરા ખાતે આવેલ બદુલા શાહ બાવા કબ્રસ્તાન ખાતે આવેલ પીર મુસ્તુફા બાવા ના મજાર પર પહોંચશે ત્યાં ગુસલ શરીફ અને દુઆ ખેર થશે અને રાત્રે 10 કલાકે હિન્દુસ્તાન ના મશહુર કવ્વાલ જુનિયર નુસરત ફતેહ અલી ની કવાલી નો કાર્યકર્મ યોજાશે આ ઉર્ષ માં પધારવા સૈયદ હાજી કયુમ બાવા શિરાજી અને સૈયદ મોઇન બાવા શિરાજી એ એક યાદી માં જણાવેલ હતું.


