By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    6 hours ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 day ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    3 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા સુરતમાં પોસ્ટર વોર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સુરત

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા સુરતમાં પોસ્ટર વોર

Editor
Last updated: 2026/03/30 at 2:18 PM
3 months ago
Share
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા સુરતમાં પોસ્ટર વોર
SHARE

આ મોંઘા શિક્ષણ, ટ્રાફિક અને દારૂ-ડ્રગ્સથી હવે તો થાકયાના સુત્રોચ્ચાર દિવાલોમાં લખાયા : કમળ પર લાલ ચોકડી મારી લોકોએ રોષ ઠાલવ્યો

અગ્ર ગુજરાત, સુરત

ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ અત્યારથી જ સંભળાવા લાગ્યા છે. ખાસ કરીને સુરત શહેરમાં રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. રવિવારે વહેલી સવારે સુરતના ડિંડોલી અને કતારગામ દરવાજા જેવા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ભાજપ વિરોધી પોસ્ટરો જોવા મળતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. આ પોસ્ટરોમાં જનતાને સ્પર્શતા પાયાના મુદ્દાઓને હથિયાર બનાવી શાસક પક્ષ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે.

સુરતના જે વિસ્તારોમાં આ પોસ્ટરો લાગ્યા છે તેમાં ડિંડોલી અને કતારગામ મુખ્ય છે. આ વિસ્તારોના મુખ્ય રસ્તાઓ, ટ્રાફિક સર્કલ, બ્રિજના પીલર અને જાહેર દિવાલો પર રાતોરાત અજાણ્યા લોકો દ્વારા પોસ્ટરો ચોંટાડી દેવામાં આવ્યા છે. સવારે જ્યારે લોકો નોકરી-ધંધા માટે નીકળ્યા ત્યારે આ પોસ્ટરો જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સોશિયલ મીડિયામાં પણ આ પોસ્ટરોના ફોટા અને વીડિયો વાયરલ થતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

આ પોસ્ટરોમાં કોઈ એક વ્યક્તિ કે પક્ષનું નામ લેવાને બદલે સીધા જ પ્રતીકાત્મક હુમલા કરવામાં આવ્યા છે. પોસ્ટરમાં મુખ્યત્વે પાંચ મુદ્દાઓને હાઇલાઇટ કરવામાં આવ્યા છે. સામાન્ય માણસના ખિસ્સા પર પડતા મારને વાચા આપતા લખાયું છે કે, “આ મોંઘવારીથી હવે તો થાક્યા”. ખાનગી શાળાઓની વધતી ફી અને મોંઘા શિક્ષણ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. સરકારી કચેરીઓમાં ચાલતા કથિત ભ્રષ્ટાચારને મુદ્દો બનાવવામાં આવ્યો છે.

સુરતની વિકટ સમસ્યા બની ગયેલા ટ્રાફિક જામને કારણે લોકોની હાલાકીનો ઉલ્લેખ છે. શહેરમાં ચર્ચાઈ રહેલા દારૂ અને ડ્રગ્સના દૂષણ પર પણ કટાક્ષ કરવામાં આવ્યો છે. પોસ્ટરના અંતે લખવામાં આવ્યું છે કે, “આ મોંઘવારીથી હવે તો થાક્યા, આ મોંઘા શિક્ષણથી હવે તો થાક્યા, આ ભ્રષ્ટાચારથી હવે તો થાક્યા, આ ટ્રાફિક જામથી હવે તો થાક્યા.” આ વાક્યો સીધી રીતે જનતાની વેદના હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ સમગ્ર વિવાદમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બાબત એ છે કે, પોસ્ટરમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રતીક ‘કમળ’ પર લાલ રંગથી ક્રોસ (X) નું નિશાન મારવામાં આવ્યું છે. આ એક સ્પષ્ટ સંકેત છે કે આગામી ચૂંટણીમાં ભાજપને નકારવાની અપીલ કરવામાં આવી રહી છે. હજુ સુધી કોઈ રાજકીય પક્ષ કે સંગઠને આ પોસ્ટરો લગાવવાની જવાબદારી સ્વીકારી નથી.

સ્થાનિક કલ્પેશ ટાંકે જણાવ્યું હતું કે, સુરત શહેરની અંદર, સવારે હું રીંગરોડ ગયો મારા કામથી, મારા કામથી ઉધના ગયો, મારા કામથી કતારગામ વિસ્તારની અંદર મેં ઘણી જગ્યાએ આ પોસ્ટર જોયા છે અને ઘણી જગ્યાએ આ પોસ્ટરની સાથે આ સુરતની જનતાની સચ્ચાઈ દેખાઈ રહી છે. ઘણા લોકો ટ્રાફિકની સમસ્યાથી પરેશાન છે, અત્યારે તમે હાલમાં જોઈ રહ્યા છો કે લોકો ગેસના બાટલાની લાઇનમાં ઉભા રહી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોની અંદર, આ 30 વર્ષના શાસનની અંદર ઘણા લોકો કોઈ ગેસની લાઈનમાં છે, કોઈ નોટબંધીની લાઈનમાં છે, કોઈ પેટ્રોલની લાઈનમાં છે એટલે આ દેશની જનતાને એક જાગૃત થવાની જરૂર છે.

You Might Also Like

 ગાયિકા રિધ્ધીએ રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે આંતરજ્ઞાતિય લગ્ન કરતા છેડાયો વિવાદ

સુરતમાં અતિથિ ભવનમાં ભાવનગરની પરિણીતાનો દવા ગટગટાવી આપઘાત

દાણચોરીનો નવો કિમિયો : ચાંદીની વખ ચડાવી ગેરકાયદે ઘૂસાડાતુ ગોલ્ડન

મહારાણા પ્રતાપ પ્રા. શાળાનું 272માં ‘માતૃભાષા સજ્જતા’ કાર્યશાળાનો શુભારંભ

નકલી ડિમોલેશન રોકવામાં નિષ્ફળ તંત્રનો પત્રકારો પર લાઠીચાર્જ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ પોલીસમાં આંતરિક ફેરબદલ : 30 પોલીસ કર્મચારીઓની તાત્કાલિક અસરથી બદલી
રાજકોટ

રાજકોટ પોલીસમાં આંતરિક ફેરબદલ : 30 પોલીસ કર્મચારીઓની તાત્કાલિક અસરથી બદલી

Editor By Editor 6 hours ago
 ઔદ્યોગિક એકમોમાં થતા શ્રમિકોના મૃત્યુદરમાં ગુજરાત દેશમાં ટોપ પર
 મંત્રી કાંતિ અમૃતિયા પોતાના ગામના ખેડૂતોને જ મનાવવામાં રહ્યા નિષ્ફળ
રાજયભરના હજારો ખેડૂતો ૧૧૧૧ ટ્રેકટર સાથે ગાંધીનગરમાં
ઇજનેરના મોક રાઉન્ડમાં જ તમામ બેઠકો ફૂલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?