તટસ્થ પત્રકારોની ઇમેજને ખૂબ મોટુ નુકશાન થઇ રહ્યું છે
અગ્ર ગુજરાત, રાજકોટ
તાજેતરમાં રાજકોટ ખાતે ન્યૂઝ પેપર/ન્યૂઝ ચેનલના કેટલાક કહેવાતા પત્રકારોએ માફિયાગીરી કરીને પત્રકારત્વના નામે ખંડણીનું નેટવર્ક પાથરીને આ પત્રકારોએ રાજકોટમાં પોલીસ, ડોક્ટર, બિલ્ડર, વેપારીઓ તેમજ પ્રતિષ્ઠિત ધંધાર્થીઓને ટાર્ગેટ બનાવીને તેઓને યેનકેન પ્રકારે ખોટી રીતે ધંધામાં કે અન્ય રીતે ફસાવીને, ધાક ધમકી આપીને સમાજમાં તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી અથવા તો ન્યુજ પેપર/ચેનલમાં ખુલ્લા પાડીને પૈસા પડાવવાનો ધંધો ચાલુ કર્યો છે. જેથી અન્ય સારા, સાચા અને તટસ્થ પત્રકારોની ઇમેજને ખૂબ મોટું નુકશાન થઈ રહ્યું છે.તાજેતરમાં આવી ઘટના રાજકોટ ખાતે બનવા પામેલ છે જેમાં રાજકોટ ખાતે એક ડોક્ટરને અન્ય ડોક્ટરે નિશાન બનાવીને આ ડોક્ટરની ખાનગી જિંદગીમાં ગેરકાયદેસર રીતે દખલગીરી કરીને સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી આરોપી ડોક્ટરે કહેવાતા અંદાજિત દસ થી બાર તોડબાજ પત્રકારો સાથે મેળમિલાપ કરી આ કુટેજ પત્રકારોને આપવામા આવેલ. જેથી આરોપી ડૉક્ટર તથા કહેવાતા પત્રકારોએ આ કુટેજના આધારે ડૉક્ટરને સમાજમાં બદનામ, બેઈજતી કરવાની ધાકધમકી આપીને ગેરકાયદેસર રીતે પૈસા પડાવવાનું ષડયંત્ર ગોઠવેલું હતું.
આ ષડયંત્રને રાજકોટમાંથી પ્રકાશિત થતાં એવા પ્રતિષ્ઠિત અને તટસ્થ ન્યૂઝ પેપરના તંત્રી/માલિકે ખંડણી ઉઘરાવવાના નેટવર્ક ને ખુલ્લું પાડવાની હિંમત બતાવી તેમણે ખરેખર સાચા ન્યુઝ પેપર તરીકે ની ફરજ બજાવેલ છે. તે ખૂબ સરાહનીય બાબત છે.આ કહેવાતા અંદાજિત 10 થી 12 તોડબાજ પત્રકારોએ બ્લેકમેલિંગ કરીને ડોકટરને સમાજમાં બદનામ કરીને લાખો રૂપિયાની રકમ પડાવેલ છે.આ હકીકત ન્યુઝ પેપર/ચેનલ મારફતે જાણવા મળેલી છે. જેથી સાયબર ક્રાઇમ રાજકોટ દ્વારા ન્યુઝ પેપર /ન્યુઝ ચેનલના સંડોવાયેલ કથિત ડોક્ટર તથા પત્રકારો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલ છે અને સમાજમાં સારો દાખલો બેસાડેલ છે.અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. પોલીસ દ્વારા અપીલ પણ કરવામાં આવેલ છે કે આ કહેવાતા તોડબાજ પત્રકારો વિરુદ્ધ જે કોઈપણ વ્યક્તિ ભોગ બનેલ હોય તો તેઓએ ડર રાખ્યા વિના ડીસીપી સાયબર ક્રાઇમ રાજકોટનો સંપર્ક કરવાનું જણાવેલ છે. અને હું પણ જાહેર અપીલ કરું છુ કે જે લોકો આવા કથિત તોડબાજોનો ભોગ બનેલ હોયતો તેમણે હિંમત રાખીને ફરિયાદ કરવા માટે બહાર આવવું જોઈએ. આ ઉપરાંત શહેરમાં થતાં બાંધકામ અંગે ગેરવહીવટ કરીને પૈસા પડાવતા કર્મચારી/અધિકારી/કે આવા લેભાગુ તત્વોની ફરિયાદ કરીને પોલીસની ઊંડી તપાસ માંગવી જોઇએ. હું પણ પોલીસને ભલામણ કરું છુ કે આવા તત્વો અંગે કઇ રેકાર્ડિય માહિતી નીકળે તો પોલીસ કમિશનર/મ્યુનિસિપલ કમિશનરએ આવા તોડબાજ, હલકી માનસિકતા ધરાવતા, તેમજ લોકોને બ્લેકમેલિંગ કરીને પૈસા પડાવતા લોકો વિરુધ્ધ તપાસ કરીને સાચી હકીકત બહાર લાવવી જોઈએ. તેમ અંતમાં સાંસદ રામભાઇ મોકરીયાએ જણાવ્યું છે.


