By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    5 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    5 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    7 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 week ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: અંબાજી મંદિરમાં દાનની ચોરી? CCTV વાયરલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

અંબાજી મંદિરમાં દાનની ચોરી? CCTV વાયરલ

Editor
Last updated: 2026/07/13 at 2:51 PM
14 hours ago
Share
અંબાજી મંદિરમાં દાનની ચોરી? CCTV વાયરલ
SHARE

અયોધ્યા બાદ ગુજરાતના મંદિરમાં શંકાસ્પદ ઘટના

અંબાજી મંદિરમાં દાનની ચોરી? CCTV વાયરલ

ભેંડારા કક્ષામાં દાનની ચોક્કસ રકમની થપ્પી કર્મચારી પગ નીચે સંતાડતો હોવાના શંકાસ્પદ સીસીટીવી સોશ્યલ મીડિયામાં વાયરલ : દાનના નાણાની સુરક્ષા અને વ્યવસ્થાને લઇ ભારે ચર્ચા

 

અગ્ર ગુજરાત, અંબાજી

અયોધ્યામાં રામમંદિર દાન ચોરીનો મુદ્દો જ્યારે સમગ્ર દેશભરમાં ભારે ચર્ચાના સ્થાને છે, તેવા સમયે જ બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના ભંડાર કક્ષમાં બનેલી ચોરીની એક ઘટનાના જૂના સીસીટીવી (CCTV) ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોરદાર વાઈરલ થઈ રહ્યા છે. આ સનસનાટીભર્યા વિડીયો સામે આવ્યા બાદ અંબાજી મંદિરમાં દાનના નાણાંની સુરક્ષા અને વ્યવસ્થાને લઈને સોશિયલ મીડિયા પર ફરી એકવાર વિવાદ અને ભારે ચર્ચા જાગી છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા આ સીસીટીવી વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, મંદિરનો આઉટસોર્સિંગ (હંગામી) કર્મચારી અન્ય સહ-કર્મચારીઓ સાથે બેસીને ભંડાર કક્ષમાં નોટોની ગણતરી કરી રહ્યો છે. આ ગણતરી દરમિયાન અત્યંત ચતુરાઈપૂર્વક તે નોટોનું એક આખું બંડલ સરકાવીને પોતાના પગ નીચે સંતાડતો નજરે પડે છે. ઉલ્લેખનીય છે કે, ગત ૫ મેના રોજ આ જ કર્મચારી દાનની નોટોનું બંડલ ચોરી કરતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. આ ગુનામાં ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન સાથે તેના અન્ય બે સાથીદારોની પણ સીધી સંડોવણી ખુલી હતી, જેને પગલે પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી.

આ ચોરીની ઘટના તે સમયે બની હતી જ્યારે અંબાજી મંદિરના ભંડાર કક્ષમાં ભક્તો દ્વારા ચડાવાયેલા દાનના રોકડા રૂપિયાની નિયમિત ગણતરી ચાલી રહી હતી. મુખ્ય આરોપી અન્ય કર્મચારીઓની નજર ચૂકવીને રૂપિયાનું બંડલ પોતાના પગ નીચે છુપાવી દીધું હતું. ત્યારબાદ બહુ જ ચાલાકીથી તે આ નાણાં પોતાની સાથે બહાર લઈ જવા માટે બાથરૂમ જવાના બહાને રૂમમાંથી ઊભો થઈને બહાર નીકળી રહ્યો હતો. જોકે, આ દરમિયાન અચાનક તેના ખિસ્સામાંથી ₹૧,૦૪,૦૦૦ (એક લાખ ચાર હજાર) ની રોકડ રકમનું આખું બંડલ સરકીને નીચે જમીન પર પડી ગયું હતું. ત્યાં હાજર અન્ય ચોકસાઈ રાખતા કર્મચારીઓની નજર આ પડી ગયેલા બંડલ પર પડતાં જ સચ્ચાઈ સામે આવી ગઈ હતી અને તેમણે તાત્કાલિક આ ગંભીર ગેરરીતિ અંગે મંદિરના ઉચ્ચ અધિકારીઓને વાકેફ કર્યા હતા.

આ સંવેદનશીલ ઘટના સામે આવ્યા બાદ મંદિર ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે આ મામલાને અત્યંત ગંભીરતાથી લીધો હતો અને હંગામી કર્મચારી સામે કડક કાનૂની વલણ અપનાવી તુરંત પોલીસ ફરિયાદ નોંધાવવા આદેશ કર્યો હતો. જિલ્લા કલેક્ટરની સૂચનાથી મંદિરના અધિક કલેક્ટર દ્વારા સ્થાનિક પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે મુખ્ય સુત્રધાર ઉપરાંત તેના સહ-આરોપીઓની કાયદેસરની ધરપકડ કરી લોકઅપ ભેગા કર્યા હતા. ત્યાર બાદ કોર્ટે આ સહ-આરોપીઓના ૫ દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા હતા. પોલીસે સઘન તપાસ કરીને ચોરાયેલા બંડલમાંથી ₹૫૦૦ ના દરની ૨૦૮ નંગ નોટો (કુલ ₹૧,૦૪,૦૦૦) સફળતાપૂર્વક રિકવર કરી લીધી હતી.

CCTV જૂના, નવી ઘટના નથી : વહિવટદાર

હાલમાં આ સીસીટીવી ફૂટેજ વાઈરલ થતાં અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ સત્તાવાર સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર અત્યારે જે સીસીટીવી ફૂટેજ ફરી રહ્યા છે તે જૂના છે અને આ નવી ઘટના નથી. આ ચોરીની ઘટના જ્યારે પ્રકાશમાં આવી હતી, તે જ સમયે ત્વરિત પગલાં ભરીને ત્રણેય આઉટસોર્સિંગ કર્મચારીઓ વિરુદ્ધ એફઆઈઆર (FIR) નોંધી દેવામાં આવી હતી અને તેમને તાત્કાલિક અસરથી નોકરીમાંથી બરતરફ એટલે કે હાંકી કાઢવામાં આવ્યા હતા. વહીવટદારે વધુમાં ઉમેર્યું હતું કે, કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે હાલમાં આ તમામ આરોપીઓ કોર્ટમાંથી જામીન પર મુક્ત થયેલા છે અને મંદિર પ્રશાસન દ્વારા ભંડાર કક્ષની સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવામાં આવી છે.

You Might Also Like

વરૂણદેવને મનાવવા વિરપુરમાં ખેડૂતોની ૧૨ કલાકની અખંડ રામધૂન યોજાઈ

 વેરાવળમાં SMCના દરોડા મામલે પાંચ પોલીસ અધિકારીઓને લીવ રીઝર્વમાં મુકયા

 મોરબીમાં રાકેશ અમૃતિયાના નિવેદનના ત્રણ દિવસ બાદ ધંધાના સ્થળે દરોડા

 જેતપુરમાં કમલેશ વાઘેલાની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, વાલ્મિકી સમાજ દ્વારા મૌન રેલી

ઉનાના કાજરડી ગામની દીકરી ભારતીય નેવીમાં અગ્નિવીર બની

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત કેન્સરના ભરડામાં, દૈનિક નવા ૨૦૦ કેસ
અમદાવાદ

ગુજરાત કેન્સરના ભરડામાં, દૈનિક નવા ૨૦૦ કેસ

Editor By Editor 3 days ago
માંગરોળમાં ત્રની પ્રિમોનસૂન કામગીરીની પોલ ખૂલ્લી : ભારે નુકસાન
તાલાલા પંથકમાં બે સગી દિકરીઓ અને સગીર ભાણેજો પર પિતાનો શારીરિક અત્યાચાર
એ.વી.જસાણી વિદ્યા મંદિરના ચાર બાળકોએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું
WOW Awards Asia માં ગોલ્ડ જીતનારા ગુજરાતના પ્રથમ એન્કર બન્યા રાજકોટના શિવરામસિંહ ચૂડાસમા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?