કાળઝાળ ગરમીમાં રોગચાળાનો હાહાકાર, સૌથી વધારે તાવના ૭૫૮ દર્દીઓ સારવારમાં
શરદી સહિતની બિમારીના ૧૭૯3 કેસ : પાણીજન્ય રોગચાળો અટકાવવા ૧૨3૧ કલોરીન ટેસ્ટ કરાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં કાળઝાળ ગરમી વચ્ચે રોગચાળો પણ વધી રહ્યો છે. જેમાં એક સપ્તાહમાં ૧૭૯3 જેટલા કેસ નોંધાયા છે. સૌથી વધારે તાવના ૭૫૮, શરદી-ઉધરસમાં ૬૪૮, ઝાડા-ઉલ્ટીના 3૮૪, ટાઇફોડ-કમળો, મેલેરીયાનો ૧-૧, દર્દી નોંધાયો હતો. ઉપરાંત પાણીજન્ય રોગચાળો ઉપાડો અને ફરિયાદ વધતા ૧૨3૧ કલોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે.
આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.૪/૫/૨૦૨૬ થી તા.૧૦/૦૫/૨૦૨૬ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ૩૦૩૫૮ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા ૨૫૨ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.
મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
ડેન્યુવર રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૭૦૯ પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂગલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં ૨૬૭ અને કોર્મશીયલ ૩૮ આસામીને નોટીસ આ૫વામાં આવેલ છે. પાણીજન્ય રોગ અટકાયતી પગલાના ભાગરૂપે કુલ ૧૨૩૧ કલોરીન ટેસ્ટ કરવામાં આવેલ છે.


