જયાનંદ ધામમાં પરમાત્માની ભવ્યાતીભવ્ય આંગી અને જિનાલયનું સુશોભન કરાયું
૧૦૦૦ દીવા, મોટી રંગોળીઓ, કુત્રિમ ફૂલોનુ સુશોભન, સેલ્ફી પોઇન્ટનું રવિવારે સંધ્યા દર્શન અને ભક્તિ ભાવના
અગ્ર ગુજરાત, રાજકોટ
પરમ પૂજય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય જયશેખર સૂરી મ. સાહેબના આશીર્વાદ અને પ્રેરણાથી જયાનંદ ધામ, નવગ્રહ જિનાલયના પર્વના પ્રથમ જન્મોત્સવ નિમિતે તા.૫ જુલાઈ રવિવારના દિવસે સાંજે ૭.૦૦ વાગ્યાથી સંધ્યા દર્શન અને રાત્રિ ભક્તિ ભાવના, ભક્તિ ભાવના કરનાર: દિનેશભાઈ પારેખ અને ટીમ જયાનંદ ધામ, નવગ્રહ જિનાલયના પવિત્ર પરિસરમાં યોજાશે. સમગ્ર જિનાલય નું કુત્રિમ ફૂલોથી ડેકોરેશન કરવામાં આવશે રંગોળીઓ કરવામાં આવશે ૧૦૦૦ દીવા જિનાલયમાં પ્રગટાવવામાં આવશે. એક પાણીનો ફુવારો, દેરાસરમાં કુત્રિમ ફૂલોનું સુશોભન હેંગિંગ વગેરે, પ્રવેશ દ્વાર નું સુંદર મજાનું સુશોભન, ૩ મોટી સરસ મજાની રંગોળીઓ, સાપર લાઇટિંગ વ્યવસ્થા પિત્તળ અને બ્રાસના ફૂલોનું સુશોભન, પ્લાસ્ટિક સુશોભન એલિમેન્ટ્સ, હાંડી દીવા સુશોભન, એક સેલ્ફી પોઇન્ટ વગેરે શત્રુંજય પાલીતાણા થી સુશોભન માટેની ખાસ ટીમ પધારશે, લાભાર્થી ભારતીબેન ભરતભાઈ મહેતા નેહા વિજય મહેતા પરિતા મોનીલ મહેતા જેની જયાનંદ ધામ રાજકોટ ના મહેશભાઈ મણીયાર, વિપુલભાઈ દોશી (૯૨૨૮૭૬૫૬૮૮), કપિલભાઈ જસાણી, દિલેશભાઈ શાહ, કેતનભાઇ રાવલીયા, મિલનભાઈ શાહ, નીરવભાઈ શાહ, વિશાલભાઈ શાહ, નિર્મલભાઈ શાહ, કેતનભાઈ દોશી, દિપકભાઈ શેઠ વગેરે ની યાદી જણાવે છે.


