- અકસ્માતમાં 4 યુવકોના ઘટનાસ્થળે નીપજ્યા મોત
- રોંગ સાઇડે પૂર ઝડપે આવતી કાર બસમાં ઘુસી
- કલાકની જહેમત બાદ ચારેય મૃતદેહોને બહાર કઢાયા
રાજસ્થાન સીમામા કાર અને બસ વચ્ચે જોરાદાર ટક્કર થઈ છે. જેમાં અકસ્માતમાં ચાર યુવકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર અકસ્માતમાં ચાર યુવાનોએ જીવ ગુમાવ્યા છે. ઘટનામાં એક યુવાન ગંભીર રીતે ઘવાયેલો છે અને જેને સારવાર અર્થે ડુંગરપુર ખસેડવામાં આવ્યો છે. રતનપુર ચેકપોસ્ટથી નજીકના અંતરે વીંછીવાડાની હદમાં આ અકસ્માત સર્જાયો હતો.
આ અંગેની માહિતી અનુસાર ઉદેપુર – અમદાવાદ હાઈવે પર મધ્યરાત્રીના અરસા દરમિયાન પાંચ યુવાનો કાર મારફતે ગુજરાત પર આવવા માટે નીકળ્યા હતા. ત્યારે આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. કારને મુખ્ય હાઈવે પર લઈ જવા માટે કારને રોંગ સાઈડ ફુલ સ્પીડમાં હંકારી હતી. ફૂલ સ્પીડે કાર આવતી હોવાથી ડ્રાઈવર કંટ્રોલ ન કરી શકતા જીવલેણ અકસ્માત સર્જાયો છે.
આ સાથે જ બસ સાથે અકસ્માત સર્જાતા ચાર યુવાનોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. એટલું જ નહીં અકસ્માતમાં એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મૃતકોની પ્રાથમિક ઓળખ શામળાજી નજીકના ગ્રામીણ વિસ્તારના યુવકો તરીકે થઈ છે.
વીંછીવાડા પોલીસે ઘટના સ્થળે પહોંચીને યુવાનોને કારમાંથી બહાર નિકાળવા માટે પ્રયાસ કર્યો હતો. જોકે એકાદ કલાકે કારમાંથી લાશ અને ગંભીર યુવાનને બહાર નીકાળી શકાયો હતો. તમામ મૃતકો ની ઉંમર 30 થી 35 વર્ષ વચ્ચેની હોવાની વિગતો સામે આવી છે. જ્યારે ઘરના સભ્યો હોસ્પિટલ પહોંચ્યા ત્યાર કરુણ દ્રશ્યો જોવા મળ્યા છે.


