- 15 લાખથી વધુની વસ્તી સામે ફૂડ કચેરીમાં માત્ર એક અધિકારી અને એક ઈન્સ્પેક્ટર
- લોકોને અખાદ્ય ચીજવસ્તુઓ પધરાવતા વેપારીઓમાં ફફડાટ
- નુતન વર્ષે ઘરે આવતા મહેમાનોને મોં મીઠુ કરાવવા માટે મીઠાઈની ભારે માંગ
ઝાલાવાડની પ્રજા તહેવાર પ્રીય છે. ઉત્તરાયણ, હોળી, નુતન વર્ષ, નવરાત્રી સહિતના તહેવારો જિલ્લાવાસીઓ રંગેચંગે ઉજવે છે. જેમાં શ્રીમંતો સાથે ગરીબ પરીવારો પણ પોતાની ક્ષમતા મુજબ તહેવારની ઉજવણી કરતા હોય છે. હાલ દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે. ત્યારે ઝાલાવાડમાં નુતન વર્ષે ઘરે આવતા મહેમાનોને મોં મીઠુ કરાવવા માટે મીઠાઈ અને ફરસાણની ભારે માંગ રહે છે. દિવાળી પર્વે વેચવાની મીઠાઈની તૈયારીઓમાં અત્યારથી કારીગરો અને વેપારીઓ લાગી ગયા છે. પરંતુ તહેવારોની આડમાં ભેળસેળયુકત અને અખાદ્ય પદાર્થો પણ અમુક લેભાગુ વેપારીઓ લોકોને પધરાવતા હોય છે. ત્યારે દિવાળી પર્વે આવા ભેળસેળીયા તત્વોને ખુલ્લા પાડવા ફુડ વિભાગ સતર્ક બન્યુ છે. જિલ્લા ફુડ અધીકારી એ.બી.પટેલ અને ઈન્સપેકટર કે.ડી.વાઘેલાએ જિલ્લામાં સઘન ચેકીંગ હાથ ધરીને શંકાસ્પદ લાગતી વસ્તુઓના નમુના લીધા છે. આ નમુનાઓ સરકારી લેબમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવશે. હાલ ફુડ વિભાગની સઘન તપાસથી ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
ફૂડ વિભાગની કચેરીમાં સ્ટાફની ઘટથી પરેશાની
સુરેન્દ્રનગર ફુડ વિભાગની કચેરીમાં કલેરીકલ કામ માટે કર્મીઓ તો પુરતા છે. પરંતુ જિલ્લામાં ફરી અને સેમ્પલીંગ કરનાર સ્ટાફ અપુરતો છે. કચેરીમાં એક ડેઝગ્નેટેડ ઓફીસર અને 6 ઈન્સપેકટરોનું મહેકમ છે. જેની સામે એક ડેઝગ્નેટેડ ઓફીસર અને એક જ ઈન્સપેકટર છે


