- શિક્ષકો અને પોલીસ ક્યારેય કર્મચારી નથી હોતા: સી.આર.પાટીલ
- વર્ષ 1989માં મેં પોલીસમાંથી રાજીનામુ આપ્યું હતુ
- એક ટીમ સ્પિરિટ પોલીસ જેવું બીજે ક્યાય ના હોઈ શકે
સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પોતાનો ભૂતકાળ યાદ કર્યો છે. સી.આર.પાટીલે પોતાના જુના દિવસોની વાત કરી હતી. જેમાં અગાઉ તેઓ પોલીસ કર્મી હતા તે દિવસોને યાદ કર્યા છે. સી.આર.પાટીલ પોતે સુરત શહેરના અઠવાલાઇન્સ પોલીસ મથક અને સલાબતપુરા પોલીસ મથકમાં નોકરી કરી ચુક્યા છે.
વર્ષ 1989માં મેં પોલીસમાંથી રાજીનામુ આપ્યું હતુ: સી.આર.પાટીલ
સી.આર.પાટીલે પોતાનો ભૂતકાળ યાદ કરતા જણાવ્યું કે વર્ષ 1989માં મેં પોલીસમાંથી રાજીનામુ આપ્યું હતુ. એના પહેલાં સલાબતપુરા અને અઠવાલાઇન્સ ખાતે અમે નેટબાંધીને વોલીબોલ ની પ્રેક્ટિસ કરતા હતા. અને ઘણા અધિકારીઓ અને કર્મચારીઓ ત્યાં આવતા હતા. અને લોકો તેમને આજે પણ યાદ કરે છે. હું ગર્વ સાથે કહું છું કે પોલી્ટિકલ રીતે સક્ષમ ગણાતું હોઈ તેમાં પાયાના રૂપે પોલીસ છે. પોલીસમાં મળેલી ટ્રેનિંગ, પોલીસમાં વિતાવેલો સમય તેનાથી મળેલી શારીરિક ક્ષમતાના કારણે આજે પણ થાક્યા વગર 68 વર્ષે આટલું કામ કરી શકીએ છીએ. એની પાછળ પોલીસ છે. વોલીબોલની રમત એક એકતાની રમત છે. તેમાં વ્યક્તિ નથી જીતી શકતો, વોલીબોલનું એક પાસું છે કે ટીમ સ્પિરિટ પર રમાઈ છે અને ટીમ મેહનત કરે તો જીતે છે. એક ટીમ સ્પિરિટ પોલીસ જેવું બીજે ક્યાય ના હોઈ શકે. એક પરેડ થાય ત્યારે પણ પોલીસની ટીમ જ દેખાય છે, એ પરેડમાં એક લહ્ય હોય છે.
શિક્ષકો અને પોલીસ ક્યારેય કર્મચારી નથી હોતા: સી.આર.પાટીલ
કર્મચારી એસોસિએશન માટે ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે નિવેદન આપતા જણાવ્યું કે એસોસિએશન કર્મચારીઓને મૂળ હેતુથી દૂર લઇ જવાય છે. કેટલાક લોકો મૂળ હેતુથી કર્મચારીઓનું ધ્યાન ભટકાવે છે. આવા લોકો દેશને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે. શિક્ષકો અને પોલીસ ક્યારેય કર્મચારી નથી હોતા. શિક્ષકને ગુરૂનું સ્થાન મળ્યું છે. તથા પોલીસ પણ લોકોનું રક્ષણ કરે છે એટલે રક્ષક છે.


